શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં આ તહેવારને ઉજવવામાં આવે છે. આ દિવસને ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2024ની જન્માષ્ટમી ઘણી રીતે ખાસ રહેવાની છે. તેની પાછળનું સૌથી મોટું કારણ તેનું ટાઇમિંગ છે. આ જન્માષ્ટમીમાં દ્વાપર કાળમાં શ્રી કૃષ્ણના જન્મ સમયે જે યોગ રચાયા હતા તેવા જ યોગો રચાઈ રહ્યા છે. તેથી આ વખતે જન્માષ્ટમીના અવસર પર કૃષ્ણની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક રહેશે.
જન્માષ્ટમી ક્યારે છે ?
ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ 26મી ઓગસ્ટના રોજ સવારે 3.40 કલાકે શરૂ થશે અને 27મી ઓગસ્ટના રોજ સવારે 2.20 વાગ્યા સુધી રહેશે.
પૂજાનો સમય ક્યારે છે?
રક્ષાબંધનની જેમ જન્માષ્ટમી પર પણ તિથિ અને યોગનું ઘણું મહત્વ છે. આ વખતે જન્માષ્ટમી પર પૂજાનો સમય 27 ઓગસ્ટના રોજ સવારે 11.59 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 12.43 વાગ્યા સુધી ચાલશે. આ વખતે પૂજાનો કુલ સમયગાળો 44 મિનિટનો રહેશે. રોહિણી નક્ષત્ર 26 ઓગસ્ટના રોજ બપોરે 3:55 વાગ્યાથી શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ બપોરે 3:38 વાગ્યા સુધી ચાલશે.
કેવો સંયોગ બની રહ્યો છે?
આ વખતે ખાસ વાત એ છે કે આ વખતે જન્માષ્ટમી પર એ જ સંયોગ બની રહ્યો છે જેવો સંયોગ દ્વાપર યુગમાં આ ધરતી પર નંદલાલના જન્મ સમયે થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગ્યે થયો હતો. આ સાથે સૂર્ય સિંહ રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં છે. આવું જ શ્રી કૃષ્ણના જન્મ સમયે પણ હતું. આ વખતે 26 ઓગસ્ટ 2024ના રોજ હર્ષણ યોગ અને જયંત યોગ પણ બની રહ્યો છે જે દર્શાવે છે કે આ જન્માષ્ટમી પર કૃષ્ણની પૂજા કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને તમને ઘણો ફાયદો થશે. આ એક ખૂબ જ દુર્લભ સંયોજન છે અને તે વારંવાર જોવા મળતું નથી.