મહર્ષિ વાલ્મીકિ જયંતિ કેમ આટલી ખાસ મનાય છે, જાણો ઇતિહાસ અને મહત્વ

Valmiki Jayanti 2024 : વાલ્મીકિ મહર્ષિને રામાયણના રચયિતા તરીકે ઓળખવામાં આવે છે. વાલ્મીકિ જયંતિ દર વર્ષે આસો મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 17 ઓક્ટોબરને ગુરુવારના રોજ વાલ્મીકિ જયંતિની ઉજવણી કરવામાં આવશે

વાલ્મીકિ જયંતિ મહર્ષિ વાલ્મીકિના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાલ્મીકિ મહર્ષિને રામાયણના રચયિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 17 ઓક્ટોબરને ગુરુવારના રોજ વાલ્મીકિ જયંતિની ઉજવણી કરવામાં આવશે. વાલ્મીકિ જયંતિ દર વર્ષે આસો મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.

મહર્ષિ વાલ્મીકિએ સંસ્કૃત ભાષામાં રામાયણની રચના કરી હતી. તેને એક પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. સામાન્ય રીતે મહર્ષિ વાલ્મીકિના જન્મ અંગે જુદા જુદા મત પ્રવર્તે છે. પરંતુ કહેવાય છે કે તેમનો જન્મ મહર્ષિ કશ્યપ અને દેવી અદિતિના નવમા પુત્ર વરુણ અને તેમના પત્ની ચર્ષિણીના ઘરે થયો હતો.

Leave a Comment